ભરૂચ : કોલેજમાં પરીક્ષા વેળા વર્ગોમાં સોશિયલ ડીસટન્સ પણ પરીક્ષા બાદ છાત્રોના ટોળા

2

ભરૂચની એમ.કે.કોલેજ ખાતે ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સોશિયલ ડીસ્ટનસીંગના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં હતાં. હજી કોરોના વાયરસનો ભય ઓછો થયો નહિ હોવાથી વિદ્યાર્થીઓ પેપર છુટયા બાદ એકબીજા વચ્ચે અંતર જાળવી રાખે તે જરૂરી છેે..

માર્ચ મહિનાથી લોકડાઉન બાદથી શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ થઇ ચુકયું છે. લાંબા સમયથી શિક્ષણકાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે. આવા સંજોગોમાં રાજય તથા કેન્દ્ર સરકારે ગાઇડલાઇન મુજબ પરીક્ષાઓ લેવાની મંજુરી આપી છે. ભરૂચની એમ.કે. કોલેજ ઓફ કોર્મસ ખાતે 2 સપ્ટેમ્બરથી પરીક્ષાઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે. આશરે 1,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયાં છે. પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન થઇ રહયું છે પણ પરીક્ષા આપ્યા બાદ વર્ગખંડની બહાર કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓના ટોળા જામતાં હોવાનું બહાર આવ્યું છે. હજી કોરોના વાયરસનો ભય ઓછો થયો નહિ હોવાથી વિદ્યાર્થીઓ પેપર છુટયા બાદ એકબીજા વચ્ચે અંતર જાળવી રાખે તે જરૂરી છેે.. બીજી તરફ કોલેજ સત્તાધીશો પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.  આ બાબતે કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.જોષીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇનનું પાલન કરી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

2 COMMENTS

  1. सर जी आपने वीडियो जिस जगा परे खरे रहकर बनायीं है वहां पर video मे जो भीड़ दिख रही है उससे ज्यादा भीड़ है तो आपको भय नहीं लगा corona virus का दुसरो को कहने से पहले खुद बचो !
    🙏🙏🙏🙏🙏

  2. જયારે સરકારશ્રી તરફથી પરીક્ષાનું ડીસીજન લેવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓની ફીકર કરવા વારા તમે અવાજ કેમ ના ઉઠાવ્યો?? ખોટી રીતે કોલેજ અને વિધ્યાર્થીઓ ને બદનામ ન કરો🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here