ભરૂચ જિલ્લામાં સંગીતના સુર રેલાવશે અનુરાધા પૌડવાલ

ભરૂચ જિલ્લાની સંગીતપ્રેમી જનતા માટે કોકિલ કંઠી અને જગ વિખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલના કાર્યક્રમનું ભવ્ય આયોજન થઇ રહ્યુ છે.
ભરૂચ જિલ્લો માઁ નર્મદા નદીના પાવન કિનારે વસેલો અને અહીંયાની ધાર્મિક ભૌતિકતાથી પણ લોકોમાં આસ્થાનું સ્થાન ધરાવે છે. અને પ્રભુમય ભક્તિ ભાવ ધરાવતી શ્રદ્ધાળુ સંગીતપ્રેમીઓ માટે ભરૂચ જીલ્લાના ઔદ્યોગિક ભૂમિ સ્થાન ધરાવતા અંકલેશ્વરમાં સુર સામ્રાજ્ઞી અને સંગીત જગતમાં મધુર અવાજ થી પોતાની જગ વિખ્યાત ઓળખ ઉભી કરનાર હિન્દી ફિલ્મો તેમજ ભજનો થકી સંગીત પ્રિય જનતાના હૃદયમાં સ્થાન મેળવવા નાર અનુરાધા પૌડવાલ ના ભજન સંધ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યુ છે.
હિન્દી ફિલ્મો થી ગાયિકી ક્ષેત્રે શરૂઆત કરનાર અનુરાધા પૌડવાલે અનેક ફિલ્મોમાં સુપરહિટ ગીતોની સુરાવલી રેલાવી છે, જ્યારે ભજન ક્ષેત્રે પણ તેઓની તોલે કોઈ આવી નહિ શકે ત્યારે ભરૂચ જિલ્લા વાસીઓને પોતાના મધુર સંગીતના સુરો થી તરબોળ કરીને તુપ્ત કરવા અર્થે ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર અનુરાધા પૌડવાલના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.