/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-150.jpg)
ભરૂચના કાંઠે ચાર વર્ષથી સુકીભઠ બનેલી નર્મદા નદીએ 2013 બાદ ફરીથી ભયજનક સપાટી વટાવી દીધી છે. નર્મદા મૈયાના ધસમસતા નીરને જોવા માટે લોકોનો મેળાવડો જામી રહયો છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના નીર હાલ 27.75 ફૂટ નોંધાઇ છે. નદીના પાણી હજી પણ ભયજનક સપાટીથી 3.75 ફૂટ ઉપરથી વહી રહયાં છે. સરદાર સરોવરમાં પાણીનો આવરો ઘટી ગયો હોવાથી શનિવારે સવારે 11 વાગ્યાથી ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે. નર્મદા ડેમ 131 મીટરના રૂલ લેવલને પાર કરી જતાં ગુરૂવારે રાત્રે 1 વાગ્યાથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું હતું. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 2013 બાદ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે.
છેલ્લા ચાર વર્ષથી સુકીભઠ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ભરૂચ શહેરના ફૂરજા, ગોલ્ડનબ્રિજ સહિતના વિસ્તારોમાં લોકો નર્મદા મૈયાના ધસમસતા પ્રવાહને જોવા માટે ઉમટી રહયાં છે.