/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-91.jpg)
ભરૂચ પટેલ નગરમાં નવરાત્રીની રંગત સાથે ખેલૈયાઓ અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે, અને ગરબા રમવા ઉપરાંત મોઢા પર માસ્ક પહેરીને લોકોને સ્વાઈન ફલૂ સામે રક્ષણ અંગેનો એક મેસેજ પણ આપી રહ્યા છે.
ભરૂચ પટેલ નગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અને ગરબા ખેલૈયાઓ પણ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે શક્તિ અને ભક્તિનાં પર્વમાં લોક જાગૃતતા અર્થેનો મેસેજ પણ ગરબા ખેલૈયા આપી રહ્યા છે.
પટેલ નગરમાં ગરબાની રમઝટ બરાબર જામી હતી અને કેટલાક ખેલૈયા મોઢા પર માસ્ક પહેરીને ગરબે રમી રહ્યા હતા, જેમને પ્રથમ નજરે જોતા લોકોને ભારે ક્તુહલ સર્જાયુ હતુ કે આ ખેલૈયા શા માટે મોઢા પર માસ્ક પહેરીને ગરબા રમી રહ્યા છે, પરંતુ જ્યારે સૌને તેની પાછળની સાચી હકીકત અંગે જાણવા મળ્યુ ત્યારે સૌ કોઈએ ગરબા ખેલૈયાઓનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ આ વર્ષે અનેક લોકોને ભરડામાં લીધા હતા, અને આ જીવલેણ રોગ સામે રક્ષણ માટે ગરબા ખેલૈયાઓએ મોઢા પર માસ્ક પહેરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.