Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોકસભામાં કાશ્મીર પુનઃગઠન બિલ બહુમતીથી પસાર, ભરૂચમાં ભાજપની ઉજવણી

ભરૂચ : લોકસભામાં કાશ્મીર પુનઃગઠન બિલ બહુમતીથી પસાર, ભરૂચમાં ભાજપની ઉજવણી
X

જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ ઉઠાવી લેવામાં આવતા ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી.

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ અધિકારો આપતી કલમ 370 અને 35 Aને હટાવી લેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને દેશભરમાં આવકાર મળી રહ્યો છે.

ભરૂચના પંચબત્તી સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવી ફટાકડાં ફોડી, એકમેકને મીઠાઈઓ ખવડાવી ઉજવણી કરી હતી. સાથે સાથે ઉત્સાહમાં આવી જઈ ભાજપ કાર્યકર્તા ભાઈ અને બહેનો ગરબાના તાલે ઝૂમી સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it