New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/e671251c-c690-4f22-be7f-d92ad7e07aef.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 24મી માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે લોક જાગૃતતા અર્થે એક શેરી નાટક યોજવામાં આવ્યુ હતુ.
ભરૂચના RNTCP દ્વારા જીવલેણ બીમારી ક્ષય કે જેને લોકો TB ની બીમારી કહે છે, દર વર્ષે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિન મનાવવામાં આવે છે. આ જીવલેણ બીમારી અંગે લોકોમાં જાગૃતતા કેળવાય તે હેતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડ માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં શેરી નાટક ભજવીને લોકોને ક્ષય રોગની ગંભીર અસરો અને તેનાથી બચવા અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે RNTCP ના સભ્યો તેમજ આરોગ્ય વિભાગના અધિકરીઓ સહિત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.