ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

New Update
ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

આજે વિશ્વ યોગ દિવસની ભારત સાથે વિશ્વમાં અનોખી રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોએ ભુજ ખાતે બટાલિયનમાં યોગ કર્યા હતા.

દેશની સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો હંમેશા સરહદ પર તૈનાત હોય છે.દેશ કે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિ હોય કે રમખાણોની સ્થિતિ સર્જાય ત્યારે બીએસએફ જવાનો નાગરિકોની સુરક્ષા માટે તૈનાત હોય છે.

ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. હર મેદાન ફતેહ બીએસએફની 108 બટાલિયન ખાતે જવાનોએ આજે વહેલી સવારે વિવિધ પ્રકારના યોગ કરી વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો.આ સાથે ભુજમાં આવેલી અન્ય બટાલિયનોમાં તેમજ સરહદ પર તૈનાત જવાનોએ પણ યોગ કરી દિવસની ઉજવણી કરી હતી.સરહદી કચ્છ જિલ્લાની ક્રિક અને રણ સરહદ સંવેદનશીલ છે. ત્યાં પણ જવાનો યોગ દિવસને ઉજવી રહ્યા છે. તો કાશ્મીરથી ક્ચ્છ સુધી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તૈનાત બીએસએફ જવાનો યોગ કરી દિવસને ઉજવી રહ્યા છે.

Latest Stories