ભારત અને આર્જેન્ટીનાં વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો

New Update
ભારત અને આર્જેન્ટીનાં વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો

વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં ભારત અને આર્જેન્ટીનાની મેન્સ ટીમો વચ્ચે મુકાબલો જામશે. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં મેજર અપસેટ સર્જતા ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ બેલ્જીયમને સડનડેથમાં 3 - 2 થી પરાજય આપ્યો હતો. જ્યારે આર્જેન્ટીનાએ ઈંગ્લેન્ડ સામે 3 - 2 થી વિજય મેળવતા અપસેટ સર્જ્યો હતો.

આજે સાંજે 7.30 વાગ્યાથી ભારત અને આર્જેન્ટીના વચ્ચેની મેચનો પ્રારંભ થશે. આઠ દેશોની વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતનો દેખાવ ગુ્રપ સ્ટેજમાં સરેરાશ રહ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 1 - 1 થી ડ્રો કરી હતી. જે પછી ભારતને ઈંગ્લેન્ડ સામે 2 - 3 થી અને જર્મની સામે 0 - 2 થી હારનો સામનો કરવો પડયો હતો.