New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/yourstory-digital-india.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી બાદ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન અર્થે વિવિધ યોજનાઓ જાહેર કરી રહી છે, ત્યારે હવે આધાર નંબર અને બાયોમેટ્રિક્સ થી પેમેન્ટ ની સુવિધા પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવે તેમ જાણવા મળ્યુ છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી વિભાગના પ્રધાન રવિશંકર પ્રસાદે શુક્રવારે જણાવ્યુ હતુ કે અમે ટૂંક સમયમાં આધાર પે શરૂ કરવા માંગીએ છીએ, તેમાં નાગરિકે પેમેન્ટસ કરવા પોતાની સાથે પોતાનો ફોન રાખવો નહીં પડે.
વધુમાં નાગરિકે વ્યાપારીને નાણાં ચૂકવવા પોતાનો આધાર ક્રમાંક આપીને બાયોમેટ્રિક્સ પધ્ધતિથી તેને માન્યતા આપવી પડશે.અને અત્યાર સુધીમાં 14 બેંકોનું સમર્થન મળ્યુ છે તેમજ તું સમયમાં જ આ સેવા શરુ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.