Connect Gujarat
ગુજરાત

ભુજ-દાદર વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનો મૃતદેહ ભચાઉ - ગાંધીધામ રેલવે ટ્રેક પરથી મળી આવતા ચકચાર

ભુજ-દાદર વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનો મૃતદેહ ભચાઉ - ગાંધીધામ રેલવે ટ્રેક પરથી મળી આવતા ચકચાર
X

બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ , પ્રથમ તબકકે ગાર્ડના અપહરણની વાત વહેતી થઈ હતી.જો કે , બાદમાં ભચાઉ રેલવે ટ્રેક નજીક ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો.આ ગાર્ડનું નામ ગૌતમ હોવાનું ખુલવા પામ્યું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ કોચમાં પેસેન્જર સાથે ઝપાઝપી થયા બાદ ગાર્ડને ટ્રેનમાંથી ધક્કો મારી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હોવાનું એક પ્રાથમિક તારણ મનાઈ રહયું છે.

આ ઘટનામાં પોલીસ દ્વારા એક શકમંદની પણ અટકાયત કરાઈ છે.ખરેખર ગાર્ડના મોતનું કારણ શું છે એ તો હવે તપાસ બાદ જાણવા મળશે. પણ આ બનાવથી ચકચાર જરૂર ફેલાઈ છે॰ આ ઘટનાને પગલે ભુજ-દાદર ટ્રેન ભચાઉ સ્ટેશન ઉપર જ રોકી દેવાઈ હતી. જે ટ્રેન બે કલાક બાદ સ્ટેશન થી હવે રવાના કરાઈ છે.

Next Story