Top
Connect Gujarat

ભુજ: ભુજીયા ડુંગર પર આવેલા મિલિટરી ક્વાર્ટસમાંથી યુવાનની ઝેરી દવા પીધેલી હાલતમાં મળી લાશ

ભુજ: ભુજીયા ડુંગર પર આવેલા મિલિટરી ક્વાર્ટસમાંથી યુવાનની ઝેરી દવા પીધેલી હાલતમાં મળી લાશ
X

ભુજના ભુજીયા ડુંગર પર આવેલા જર્જરિત મિલિટરી ક્વાર્ટસમાંથી યુવાનની ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી છે.જેને પગલે સ્થાનિકો, 108 અને પોલીસની ટુકડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

[gallery td_gallery_title_input="ભુજના ભુજીયા ડુંગર પર આવેલા જર્જરિત મિલિટરી ક્વાર્ટસમાંથી યુવાનની ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી છે." td_select_gallery_slide="slide" size="large" ids="94333,94330,94327,94326,94325,94324,94323"]

ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા જર્જરિત મકાન માંથી યુવકની લાશ મળી આવી છે. યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.મૃતકનું નામ નવીન રશિક હોવાનું અને તે રામનગરીમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું છે.મૃતક યુવાન ગતરાત થી ગુમ હતો.અને આજે તેની લાશ મળી આવી છે.અહીં ક્રિકેટ રમવા આવેલા છોકરાઓની નજરે લાશ દેખાતા સ્થાનિકોને જાણ કરાઈ હતી અને બાદમાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.મૃતકને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પરિવારજનો પુત્રની લાશ જોતા ઘેરા શોકમાં ડૂબી ગયા હતા બનાવને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.વધુ વિગતો પોલીસની તપાસ બાદ જ જાણવા મળશે

Next Story
Share it