/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-17.jpg)
સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત પ્રત્યેક નામ મંત્ર સાથે ૧૨ આસન કરવામાં આવ્યા
મહેસાણાના જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્ય નમસ્કારનું આયોજન વડોદરાના યોગ નિકેતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ૧૦૮ સાધકો એક સાથે વહેલી સવારે ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા હતા. સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત પ્રત્યેક નામ મંત્ર સાથે ૧૨ આસન કરવામાં આવ્યા હતા.
મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત સહિત બહારથી લોકો જોડાયા હતા, અને તેમને ઉત્સાહભેર આ આયોજનમાં ભાગ લીધો હતો. હાલ જાણવા મળી રહ્યું છે કે, આ કાર્યક્રમમાં ૧૧૧ સાધકો ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કરીને વિક્રમ સર્જશે.૧૦૯ સાધકોએ સવારે પાંચ વાગ્યાથી સડાસાત વાગ્યા સુધી સૂર્યનમસ્કારની સાધના કરી હતી. આ સાધનામાં યોગીઓએ એક જેવો જ પીળો ડ્રેસ પહેર્યો હતો. તેમણે પીળા રંગની ટીશર્ટ અને કાળા રંગનું ટ્રેક પહેર્યું હતું.