Connect Gujarat
ગુજરાત

મોડાસ શહેરમાં બનતા ફોર-લેન રોડ પર પાર્કિંગની સુવિધાની માંગ સાથે આવેદન પત્ર

મોડાસ શહેરમાં બનતા ફોર-લેન રોડ પર પાર્કિંગની સુવિધાની માંગ સાથે આવેદન પત્ર
X

અરવલ્લી જિલ્લાની નિર્માણ બાદ નવા નવા વિકાસલક્ષી કાર્યો થઇ રહ્યા છે, ત્યારે મોડાસાના ત્રણ મુખ્ય રસ્તાઓ ફોર લેન થવા જઇ રહ્યા છે, જેમાં પાર્કિંગ સહિતની સુવિધાઓની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.

મોડાસાના આગેવાનો દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પોતાની રજૂઆત કરતા આવેદન પત્ર આપ્યું જેમાં જણાવાયું હતું કે, મોડાસા શહેરથી હજીરા, માલપુર બાયપાસ, મેઘરજ બાયપાસ તેમજ કોલેજ રોડ સુધી ફોર લેનનું કામકાજ શરૂ થવાનું છે, ત્યારે ફોરલેન રોડની આજુબાજુ પાર્કિંગની સુવિધા આપવા માટે જિલ્લાની માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરાઈ હતી. વિકાસપથની સાથે સાથે નાગરિકો માટે વિશેષ સુવિધા આવનારા દિવસોમાં ઉપલબ્ધ થાય તે હેતુથી મારૂતિ વિકાસ મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Next Story