14.30લાખ રોકડ અને 2.20લાખ ના દાગીના ની કરી હતી ચોરી

ક્રાઇમબ્રાન્ચે 5લાખ રોકડા કર્યા કબ્જે

આરોપી ચંદુ અને રવિની કરી ધરપકડ

રાજકોટમા ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે પોલીસે પણ છેલ્લા કેટલાંય સમયથી ફરાર આરોપીઓને પકડવા મિશન હાથ ધર્યુ હોઈ તેવુ લાગી રહ્યું છે. રાજકોટ ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા શહેરના પુષ્કરધામ વિસ્તારમા 7 મહિના પુર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે પુષ્કરધામ વિસ્તારમા દિવાળી સમયે ઈમરાન મેતરનો પરિવાર ફરવા બહાર ગયો હતો.

આ સમયે ઘરમા રહેલ રોકડ અને સોનાના દાગીના સહિત 16.50લાખની ચોરી થવા પામી હતી. જે તે સમયે પોલીસે પણ મોબાઈલ રેકોર્ડ અને સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી હતી. જો કે ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપી સુધી પહોંચવામા નિષ્ફળ નિવડી હતી. ત્યારે આખરે ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પકડી પાડતા સબંધીઓ જ ચોર હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે પકડી પાડેલ ચંદુ ફરિયાદીની સાળીનો પતિ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા ચંદુએ પોતાના માસાજી ઘરમા ક્યા પૈસા અને દાગીના રાખે છે તેનો ખ્યાલ હતો. તેમજ ઘરે અવારજવાર પણ રહેતી હોવાથી ક્યારે પરિવાર બહાર ગામ જવાનો હતો તેનો ખ્યાલ હોવાથી પરિવાર બહાર ગયો હતો ત્યારે તેનો લાભ લઈ ચોરી કરી હતી.

LEAVE A REPLY