રાજકોટ : તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર, સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું જોર યથાવત

New Update
રાજકોટ : તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર, સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું જોર યથાવત

વર્ષ 2019માં અત્યાર સુધીનું ઊંચું તાપમાન 45.22 ડિગ્રી

રાજકોટ સહિત રાજયભરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઇ ગયો છે. ત્યારે આગામી બે - ચાર દિવસમાં જ ચોમાસાની ગતિવીધી શરૂ થવાના નિર્દેશ મળી રહ્યા છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે.

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં તાપમાન 44-45 ડીગ્રીએ આવી ગયું છે. આ વિસ્તારમાં ગરમીનો પારો ઉચે ચડતાં લોકલ ફીનામીના ના કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે-ચાર દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ મહત્તમ તાપમાન આગામી બે દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે ત્યારબાદ ક્રમશ: તાપમાન સામાન્ય બની જશે.