/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-246.jpg)
અત્યાર સુધી ખેડૂતોને જ આપવામા આવતુ હતુ પાણી
મોરબી, મેટોડા, શાપર અને જેતપુરના ઔદ્યોગીક એકમોને અપાશે પાણી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી ટ્રીટ્રેટ પાણી માત્ર ખેડૂતોને તેમજ બાંધકામ કરતી સંસ્થાઓને જ આપવામા આવતુ હતુ.જો કે હવે મહાનગરપાલિકા ઉદ્યોગોને પણ શુધ્ધ કરાયેલ પાણી આપશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની દ્વારા જાહેરાત કરવામા આવી છે કે મનપા દ્વારા હવે ટ્રીટ્રેટ પાણી રાજકોટ, મેટોડા, શાપર તેમજ મોરબીના સીરામીક ઉધોગ અને જેતપુરના સાડી ઉધોગને પણ આપવાનુ નક્કી કરવામા આવ્યુ છે.
આ મામલે રાજકોટ મનપાના અધિકારીઓ અને ઉધોગપતિઓ સાથે બેઠક પણ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ મનપા દ્વારા બાંધકામ ક્ષેત્રે ફરજીયાત શુધ્ધ કરાયેલ પાણી વાપરવા નિર્ણય લેવામા આવ્યો હતો. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની દ્વારા જરૂર પડીયે મનપા મોરબી સુધી પાણીની લાઈન દોડાવશે તેવુ જણાવ્યુ હતુ. જો કે મહાનગરપાલિકા દ્વારા ઉદ્યોગો માટે કરવામા આવેલ જાહેરાત કેટલી કારગત નિવડે છે તે જોવુ રહ્યુ