/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/IMG-20170104-WA0011.jpg)
સીટ ઇજનેરની ઓફિસમાં કચરો ઠાલવીને નોંધાવ્યો વિરોધ
રાજકોટ મહાનગર પાલિકા ની વેસ્ટ ઝોન કચેરીમાં કોંગ્રેસ દ્વારા પોતાની માંગણીઓ ને લઈને ઢોલ નગારા વગાડીને હલ્લા બોલ કરવામાં આવ્યો હતો, અને સીટી ઇજનેરની ઓફિસમાં કચરો ઠાલવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ના મવડી વિસ્તારમાં આવેલ વાવાડી વિસ્તાર અને રસુલ પરાને મહાપાલિકામાં ભળ્યાને દોઢ વર્ષ જેટલો સમય વિતી ચુક્યો છે. ત્યારે હજુ પણ વાવડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વોર્ડ નંબર 12ના રહેવાશીઓ સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શહેરની મનપા ની વેસ્ટ ઝોન કચેરીએ પોતાની માંગણીઓ ને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
વિરોધ પ્રદર્શનકારીઓ વેસ્ટ ઝોનની કચેરીએ ઢોલ અને શરણાઈ વગાડતા પહોચ્યા હતા,અને સીટી ઈજનેરના ટેબલ અને ઓફિસમાં કચરો પણ ઠાલવ્યો હતો. ઘટના ના પગલે મહાનગર પાલિકા તંત્ર માં ખળભળાટ મચી ગયો હતો.