New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-101.jpg)
રાજકોટ શહેરમાં સતત બિજા દિવસે પણ પાક વિમાના મુદ્દે ખેડૂતોએ આમરાણાંત ઉપવાસ કરવાની ફરજ પડી. રાજકોટના બેડિ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ પાક વિમા સહિતના અલગ અલગ ૧૨ જેટલા મુદ્દાઓને લઈ આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
ગઈકાલે ખેડૂતોએ પાક વિમાના મામલે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવ્યુ હતુ. તો ત્યાર બાદ રાજકોટના બેડિ માર્કેટ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આજરોજ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ હતુ. જે દરમિયાન ખેડૂતો દ્વારા બેડિ માર્કેટ યાર્ડ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવામા આવ્યો હતો. ખેડૂતોએ બિરબલની ખિચડીની જેમ વિમો ક્યારે પાકે છે, તેવી કહેવતના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચિતમાં રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલિપ સખીયાએ જણાવ્યુ હતું કે, જ્યાં સુધી ખેડૂતોને પાક વિમો નહી મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસનું આંદોલન યથાવત રહેશે.