/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Final-Logo.jpg)
રાજકોટના રૈયા ગામ નજીક સવન બાંધકામ સાઇટ પર ત્રણ બાળકોના ડૂબવાની ઘટના સામે આવી છે. સવન બાંધકામ સાઇટમાં બિલ્ડીંગ બનાવવા માટે પાયા ખોદવામાં આવી રહ્યા હતાં. ત્યારે મોટા ખાડામાં ન્હાવા પડેલ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.
ન્હાવા માટે બહાર ગયેલા બાળકો 24 કલાક બાદ પણ પરત ન ફરતા પરિવારજનો એ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તમામ બાળકોના મૃતદેહો બાંધકામ સાઈટમાંથી મળી આવ્યા હતાં. મૃત્યુ પામેલા ત્રણ બાળકો પૈકી બે બાળકો તેમના મામાના ઘરે રજા માણવા આવ્યા હતા. ફાયર બ્રિગેડે તમામ મૃતદેહો બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.
પરિવાર જનોના જણાવ્યા પ્રમાણે બંને ભાણેજ દશામાંના જાગરણ માટે માતા સાથે ઢાંઢણી ગામ થી મામાના ઘરે આવ્યા હતા. જે રીતે બાંધકામ સાઇટ પર પાણી ભરાતા કિશોરો ડૂબ્યાની ઘટના સામે આવી છે જે બાબતમાં બેદરકારી બિલ્ડરની કે પછી તંત્રની તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.