Connect Gujarat

રેલવેની ઓન લાઇન ટિકિટ બુક કરાવનાર યાત્રીને મળશે રૂપિયા 10 લાખ નો વીમો

રેલવેની  ઓન લાઇન ટિકિટ બુક કરાવનાર યાત્રીને મળશે રૂપિયા 10 લાખ નો વીમો
X

રેલવે મંત્રાલય પોતાની વેબસાઈટ પર 1 સપ્ટેમ્બર થી ઈ-ટિકિટ બુક કરાવનાર ભારતીય રેલવે ના તમામ યાત્રીઓ માટે 10 લાખ રૂપિયાનો યાત્રા વીમો આપવા જઈ રહી છે.

રેલવે મંત્રી સુરેશ પ્રભુના મતે યાત્રી માટેની સુવિધાઓમાં આ એક મહત્વપૂર્ણ કદમ હશે.આ યોજના અંતર્ગત ટ્રેનમાં યાત્રા કરી રહેલા યાત્રીઓના મૃત્યુ અથવા સ્થાયી રૂપથી પૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં યાત્રીઓ અથવા તેમના પરિવારોને 10 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. જ્યારે સ્થાયી રૂપથી આંશિક વિકલાંગ થવા પર 7.5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

આ ઉપરાંત ટ્રેન દુર્ધટનામાં મોત થવા બદલ કે ઘાયલ થાય તો વ્યક્તિને લઈ જવા માટે અથવા આતંકવાદી હુમલા, તોફાન, ગોળીબાર જેવી ઘટનાઓમાં 10 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.હોસ્પિટલમાં દાખલ થવા પર બે લાખ રૂપિયાનો ખર્ચ આપવામાં આવશે.

Next Story
Share it