Top
Connect Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે હૈદરાબાદ મેટ્રો યોજનાનું કરાયુ ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે હૈદરાબાદ મેટ્રો યોજનાનું કરાયુ ઉદ્દઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે હૈદરાબાદ મેટ્રો યોજનાનું ઉદ્દઘાટન કર્યુ હતુ અને કુકટપલ્લીથી ટ્રેનમાં સફર કરી મિયાપુર પહોંચ્યા હતા.

GESનાં ઉદ્દઘાટન સત્રમાં હાજરી આપ્યા બાદ PM મોદી, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા તથા અન્ય ડેલીગેટ્સ જૂના શહેરમાં આવેલી પેલેસ હોટેલ ધ તાજ ફલકનુમા પહોંચ્યા હતા. જયાં ભારત સરકાર વતી ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે.

હૈદરાબાદ મેટ્રોનાં ઉદ્દઘાટન પ્રસંગે પીએમ મોદી સાથે તેલંગાણાનાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મેટ્રો ટ્રેન તારીખ 29 નવેમ્બર થી શરૂ થવાની સાથે પ્રથમ તબક્કામાં નાગોલે અને મિયાપુર વચ્ચે 30 કિમી લાંબી મેટ્રો રેલ સેવા શરૂ થશે. 30 કિમીનાં માર્ગમાં કુલ 24 સ્ટેશનો હશે.

Next Story
Share it