વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિન પ્રસંગે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરશે

New Update
આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, આણંદ, કચ્છ અને રાજકોટમાં પ્રજાને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિંઝો આબેની બે દિવસની મુલાકાત બાદ પોતાના જન્મદિન પ્રસંગે નર્મદા ડેમને રાષ્ટ્રને અર્પણ કરવા માટે પુનઃ અમદાવાદ આવશે.

પીએમ નરેન્દ્ર મોદીનું શનિવારે રાત્રે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને રવિવારે સવારે ગાંધીનગર નજીકનાં રાયસણ ખાતે રહેતા તેમના માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા જવા રવાના થશે.

પીએમ મોદી શનિવારે રાત્રે ફરીથી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમનું પૂજન - આરતી કર્યા બાદ તેઓ ડભોઈ ખાતે જનસભાને સંબોધન કરશે. બપોરે તેઓ અમરેલીમાં નવનિર્મીત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું લોકાર્પણ કરીને ગુજરાત સરકારના સહયોગથી પુનર્જિવિત કરાયેલી અમર ડેરીનો પ્રારંભ કરાવશે.

પીએમ મોદી 16મી શનિવારનાં રોજ રાત્રે અમદાવાદ આવશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 17મી સપ્ટેમ્બરે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા ડેમ સાઇટ પર નર્મદા બંધના ગેટ બંધ કરી ડેમનું લોકાર્પણ કરશે.ત્યાર બાદ 11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે.અને બપોરે 2.35 કલાકે અમરેલી જશે ત્યાંથી સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જવા માટે રવાના થશે.