/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/currency_650_062714010446.jpg)
કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટબંધી બાદ લોકોએ પોતાની પાસે રહેલી 500 તેમજ 1000 ની નોટો બેંકોમાં જમા કરાવી હતી. નોટબંધી થયા બાદ મે મહિના સુધી વડોદરાની વિવિધ બેંકોના ભરણામાં 19,86,400 ની નકલી નોટો જમા થઇ હોવાની માહિતી રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
રિઝર્વ બેંક દ્વારા વડોદરાના પોલીસ કમિશનરને ઓગષ્ટ 2016 થી મે 2017 સુધી વડોદરાની વિવિધ બેંકોના ભરણામાં મળી આવેલ જુદાજુદા દરની ભારતીય ચલણની નકલી નોટોની માહિતી આપવામાં આવી હતી.
જેમાં રૂપિયા 50ની 2 નોટ, 100 ની 78 નોટ, 500ની 1641 નોટ, 1000ની 1154 નોટ તેમજ નવી આવેલ 2000ના દરની 2 નકલી નોટો મળી આવી હતી. કુલ 19,86,400ની રકમની નકલી નોટો મળી હતી. ભારતીય અર્થતંત્રને નુકસાન કરવા માટેનું પૂર્વ આયોજિત કાવતરાની તપાસ કરવા માટે આરબીઆઇએ જણાવ્યુ હતુ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે ગુનો નોંધી ને તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.