Top
Connect Gujarat

વડોદરાનું કાયાવરોહણની ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થતો હોવાની માન્યતા

વડોદરાનું કાયાવરોહણની ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થતો હોવાની માન્યતા
X

વડોદરાથી 32 કિલોમીટર દૂર આવેલું કાયાવરોહણ ગામ ભગવાન શિવના કારણે દેશભરમાં જાણીતુ બન્યુ છે. સમગ્ર દેશમાં કાયાવરોહણમાં એકમાત્ર એવું શિવલિંગ છે કે જે લકુલીશ ભગવાનની મૂર્તિ સાથે લિંક છે.

આ ઉપરાંત કાયાવરોહણની આ ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થતો હોવાની પણ માન્યતા છે. કહેવાય છે કે કાયાવરોહણની ધરતી પર જે વ્યક્તિ મૃત્યુ કે જન્મ પામે છે તેને સીધીજ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા કાયાવરોહણ ગામમાં ત્રીજી મે 1974 ના રોજ કૃપાલ્વાનંદજી મહારાજે લકુલીશ ભગવાનની સ્થાપના કરી હતી. શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણાવતાર પછીના સમયે એટલે કે 5200 વર્ષ પહેલા શંકર ભગવાને લકુલીશજી નામથી માનવ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

લકુલીશને ભગવાન શંકરના 28માં અવતાર ગણવામાં આવે છે. કૃપાલ્વાનંદજી મહારાજના સ્વપ્નમાં ભગવાન લકુલીશ આવતા તેમને મંદિરની સ્થાપના કરી હતી. 5 હજાર વર્ષો પહેલા ભગવાન લકુલીશ પ્રગટ થયા હતા, ભારતમાં એક માત્ર કાયાવરોહણમાં અને નિરાકાર બંને સ્વરૂપે ભગવાન શિવ બિરાજમાન છે. અને ભક્તો દૂર દૂર થી અહીંયા દર્શન અર્થે આવીને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Next Story
Share it