New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/trte-copy.jpg)
વડોદરામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આ ત્રણેય આરોપીઓને અલગ અલગ જેલોમાં મોકલી અપાયા
લોકસભાની ચૂંટણી સાંગોપાંગ સંપન્ન થાય એ હેતુસર અસામાજિક તત્વો પર પોલીસે લાલ આંખ કરી છે. જે અંતર્ગત નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવાની પોલીસ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે.
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્રારા ડેસર તાલુકાના નવા શિહોરા ગામનો દિનેશ રતન પરમાર, સાવલી તાલુકાના ચારણપુર ગામનો વિક્રમ ઉર્ફે પકો ભયલાલ સોલંકી, તથા સાવલી તાલુકાના મંજુસર ગામનો શાંતિ સોમા સોલંકી જે ત્રણેય મોટાપાયે દારૂની હેરાફેરીના અનેક ગુનામાં ભૂતકાળમાં ઝડપાયેલા છે.
આ ત્રણેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવા માટે જિલ્લા સમાહર્તા શાલિની અગ્રવાલે હુકમ ફરમાયો હતો. ત્યાર બાદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ત્રણેય આરોપીઓની પાસા હેઠળની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ત્રણેય આરોપીઓને અલગ અલગ જેલોમાં મોકલી અપાયા હતા.