વડોદરા : નવલખી દુષ્કર્મ કાંડના 2 આરોપી ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મોટી સફળતા

New Update
વડોદરા : નવલખી દુષ્કર્મ કાંડના 2 આરોપી ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મોટી સફળતા

વડોદરાના નવલખી ગ્રાઉંડમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને વડોદરા માંથી જ ઝડપી પાડ્યા છે. એક સપ્તાહ અગાઉ 14 વર્ષીય યુવતી અને યુવક નવલખી ગ્રાઉંડમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા ઇસમોએ યુવતીને ઉપાડી જઈ દુષ્કૃત્ય આચર્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજયમાં હાહાકાર મચાવ્યો હતો. સમાજને લજાવતી ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો. અનેક જગ્યાઓએ લોકોએ ભારે આક્રોશ સાથે પ્રદર્શનો યોજી સરકાર પાસે ન્યાયની અપીલ કરી હતી. અને આરોપીઓની જલ્દીમાં જલ્દી ધરપકડ કરી કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. ત્યાર બાદ પોલીસે બંને આરોપીઓના સ્કેચ તૈયાર કરી શોધખોળ આદરી હતી.

સમગ્ર ઘટનાની તપાસ

Advertisment

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. શનિવારે બંને આરોપી રાજસ્થાનમાં

હોવાની વાત વહેતી થઈ હતી. જો કે એક સપ્તાહ બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી.

અને નાસ્તા ફરતા બંને નરાધામોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા. પ્રાથમિક માહિતી

અનુસાર બંને નરાધમો વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે. અને ફુગ્ગા વેચવાનુ કામ

કરતા હોવાની વિગતો સામે આવી છે.

જો કે આ સમગ્ર મામલે અમદાવાદ કાઇમ બ્રાન્ચ આજે બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ કરશે. જે બાદ આરોપીઓ કોણ છે? ક્યાં ના છે? અને કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો સહિતની વિગતો બહાર આવી શકે છે.હાલ તો બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories