Connect Gujarat
ગુજરાત

વલસાડ ખાતે ભૂમિધન ખેડૂત ઓર્ગેનિક હાટનો શુભારંભ કરાવતા કલેક્ટર

વલસાડ ખાતે ભૂમિધન ખેડૂત ઓર્ગેનિક હાટનો શુભારંભ કરાવતા કલેક્ટર
X

વલસાડ શહેરમાં રીધ્ધિશ એપાર્ટમેન્ટ, તિથલ

રોડ ખાતે ભારતીય દેશી ગાય આધારિત તેમજ ઝેરમુક્ત સજીવખેતી દ્વારા ઉત્પન્ન થયેલા

ઉત્પાદનો ધરાવતા ભૂમિધન ખેડૂત ઓર્ગનિક હાટનો શુભારંભ વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણના હસ્તે કરાયો હતો.

આ અવસરે વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે ઓર્ગેનિક હાટના સંચાલકોને શુભકામના

પાઠવતાં જણાવ્યું હતું કે, દરેક

નાગરિકને શુદ્ધ શાકભાજી અને પૌષ્ટિક આહાર મળે તે માટે વલસાડ ખાતે ઓર્ગેનિક હાટનો

શુભારંભ કરાયો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને ખેડૂતની આવક

વધે તે માટે શાકભાજી સહિતની ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ભૂમિધન ખેડૂત ઓર્ગેનિક હાટના સંચાલકો સર્વે પિયુષભાઇ ટંડેલ અને

પ્રજ્ઞેશભાઇ પાંચાલ, નવસારી

ઓર્ગેનિક ફાર્મસ કો.ઓ.સો.ના જયંતિભાઇ આર.પટેલ, ખેડૂત

હાટ સૂરતના હરેશ ગાજીપરા, ખેડૂતો

સંદિપભાઇ દેસાઇ, શશીકાંત

પટેલ સહિત નગરજનો હાજર રહ્ના હતા.

Next Story