Connect Gujarat
ગુજરાત

વાગરા આરોગ્ય કેન્દ્રના દબંગ ડૉકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદથી ચકચાર

વાગરા આરોગ્ય કેન્દ્રના દબંગ ડૉકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદથી ચકચાર
X

વાગરા આરોગ્ય કેન્દ્રના દબંગ ડોકટર સામે તાલુકાભરમાંથી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.ડોકટર દ્વારા દવાખાને આવતા અનેક દર્દીઓ સાથે મનસ્વી વર્તન કરી હડધુત કરવાના અનેક બનાવો સપાટી પર આવતા વાગરા પંથકમાં ડોકટર નરોત્તમ ત્રિવેદી વિરુદ્ધ લોકજુવાળ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.ડૉક્ટરની ગેરવર્તણૂક મામલે વિછીયાદના જાગૃત નાગરિકે આગળ આવી લોક હિતાર્થે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

વિછીયાદ ગામના આધેડ ના પી.એમ મુદ્દે સરકારી ડૉક્ટર નરોત્તમ ત્રિવેદીની જો હુકમી સપાટી પર આવી હતી.ડૉકટર દ્વારા મૃતકના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો સાથે હલકી કક્ષાની અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગેરવર્તણૂક કરાતા લોકો ડોકટર વિરુદ્ધ રોષે ભરાયા હતા.વીંછીયાદના જાગૃત નાગરિક અને અગ્રણી ઘનશ્યામ સિંહ યાદવે વાગરા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ઝેરી દવા પી જીવન ટૂંકાવનાર જશવંત સિંહ સોલંકીની ડેડ બોડી પી.એમ.અર્થે વાગરા સરકારી દવાખાને લાવવામાં આવી હતી.જ્યા ફરજ પરના ડોકટર નરોત્તમ ત્રિવેદી દ્વારા પી.એમ કરવાની ના પાડતા ઘનશ્યામ સિંહે ના પાડવાનું કારણ પૂછતાં તબીબે પોસ્ટમોર્ટમ મારી ફરજમાં આવતુ નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને જણાવ્યુ હતુ કે આ લાશનું હું પી.એમ.કરવાનો નથી.તમારે જે કરવું હોય તે કરી લ્યો.તમારે મારી વિરુદ્ધ જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો કોઈ મારું કશું ઉખાડી લેવાનું નથી. દરમિયાન સ્થાનિક પત્રકારો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યા તેઓએ કવરેજ કરવાનું ચાલુ કરતા ડોકટરે કેમેરો ઝુંટવી લીધો હતો.સમાજના અગ્રણીઓ તેમજ લોકશાહી ના ચોથા સ્તંભ સાથે ગેરવર્તણૂક કરનાર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માથાભારે ડોકટર નરોત્તમ ત્રિવેદી વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ કરાતા આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લાના સરકારી તબીબ જગતમાં ભારે સનસનાટી ફેલાઈ જવા પામી છે.તો બીજી તરફ દબંગ તબીબની હેરાનગતિનો શિકાર થયેલા લોકો ધુમાડે ફાટેલા ડોકટર વિરુદ્ધ પોલીસ કડક હાથે નશયતરૂપ કામગીરી હાથ ધરે તેવી લાગણી અને માંગણી સેવી રહ્યા છે.તો બીજી બાજુ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના આર.સી.એચ ઓફિસર ડૉ. અનિલભાઈ વસાવાને અરજદારે મૌખિક રજુઆત કરતા ડૉકટરે જણાવ્યુ હતુ કે આ અંગેનો અહેવાલ મેં મંગાવ્યો છે.અને રિપોર્ટ ને ઉપર સુધી પહોંચાડી કાર્યવાહી કરીશુંની હૈયા ધરપત આપી હતી.

Next Story
Share it