Connect Gujarat
ગુજરાત

વાલીયા ખાતે ગોદરેજ કંપની લી. માં કામ કરતાં કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

વાલીયા ખાતે ગોદરેજ કંપની લી. માં કામ કરતાં કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
X

ઇવીએમ-વીવીપેટની જાણકારી સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના યોજાઇ રહેલા કાર્યક્રમો

૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારની ચૂંટણી તા.૨૩ મી એપ્રિલ - ૨૦૧૯ ના રોજ યોજાનાર છે. ભરૂચ જિલ્લાના તમામ મતદારો આ મતદાનમાં ભાગ લઇ જિલ્લાનું મતદાન મહત્તમ નોîધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના મતદારોમાં ઇવીએમ અને વીવીપેટની જાણકારી સાથે મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.

તા.૦૩/૦૪/૨૦૧૯ ના રોજ વાલીયા ખાતે ગોદરેજ કંપની લી. માં કામ કરતાં કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫૦ જેટલાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. ફોર્મ નં.૬, ૭, ૮ અને ૮(સી) ની સમજ અપાઇ હતી તથા ટોલ ફ્રી નં.૧૮૦૦૧૧૧૧૯૫૦ ની પણ સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ લી. માં ૧૦૦ જેટલાં કર્મચારીઓને વીવીપેટ અને ઇવીએમ મશીન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા ઉપસ્થિત રહી મતદાતાઓને તેમના મતાધિકારની અગત્યતા અંગે તેમજ લોકશાહી શાસન પ્રણાલીમાં મતદારના મુલ્યની સમજ કેળવવાની સાથો સાથ પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જાઇએ તેવો સંદેશો આપ્યો હતો.

Next Story