/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-22.jpg)
છેવડે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા તેમની વર્ષો જૂના ખાખી હાફ પેન્ટનો ત્યાગ કરવાના નિર્ણયનો અમલ વિજયાદશમીના રોજ કરવામાં આવશે અને આરએસએસના સ્વયંસેવકો ખાખી ચડ્ડીના બદલે ખાખી પેન્ટ ધારણ કરશે.
1925માં આરએસએસની રચના બાદ નવ દાયકાઓ બાદ આરએસએસના ગણવેશ તરીકે હાફ પેન્ટના બદલે ફુલ પેન્ટ રાખવાના નિર્ણય પર અમલ થવા જઇ રહ્યો છે. આ હેતુ માટે આશરે 10,000 યુનિફોર્મનો સેટનું કન્સાઇનમેન્ટ આરએસએસના હેડ ક્વાર્ટરની નજીકની શોપમાં મોકલી દેવામાં આવ્યું છે. જેમાં વ્હાઇટ શર્ટ, કાળી ટોપી, બ્લેક લેધર બેલ્ટ, ઘાટા બદામી રંગના મોજા, કાળા બૂટ અને પહેલીવાર તેમાં ફુલ પેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા તબક્કામાં આરએસએસને 7 લાખ ટ્રાઉઝર્સ પૂરા પાડવાનો લક્ષ્ય છે. આરએસએસ દ્વારા તેમનો આ નવો ગણવેશ 11 ઓક્ટોમ્બરના રોજ વિજયાદશમીના દિવસે ધારણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવ દાયકા પહેલાં વિજયાદશમીના દિવસે જ આરએસએસની રચના કરવામાં આવી હતી.