/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/shinor-pani-e1562500071618.jpg)
શિનોર પંથકમાં સાંબેલાધાર વરસાદને પગલે મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ જવા પામ્યો હતો.
શનિવારની બપોરથી મોડી રાત સુધી ધોધમાર વરસેલા વરસાદને પગલે શિનોર પંથકના મુખ્ય માર્ગો સહિત ખેતરો તથા ઘરોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું. અહી વરસેલા વરસાદે બે ત્રણ કલાકના વિરામ બાદ શનિવારની મોડી રાત સુધી મન મૂકીને વરસતા સાધલી-શીનોર, સાધલી-સેગવા તથા સાધલી-કાયાવરોહણના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર થવા પામી હતી.
બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઇ રહી છે. શિનોર તાલુકાના અવાખલ-પુનિયાદ સહિતના કેટલાક ગામોમાં આદિવાસી વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો સત્તાધીશોની પ્રિમોન્સુન કામગીરી સામે પણ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. શિનોર પંથકમાં ધોધમાર વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.