New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/11.jpg)
ભરૂચ અને અંકલેશ્વરનાં શિવાલયો ઓમ નમ: શિવાયના નાદ સાથે ગૂંજી ઉઠ્યા
પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે. ત્યાર ભરૂચ અંકલેશ્વરનાં શહેરિ વિસ્તારો સિત જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારથી જ શિવાલયો ઓમ નમ: શિવાયના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા. જિલ્લામાં હાલ ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક એવા સોમનાથ મંદિરે આજે ભક્તોની ભારે ભીડ વર્તાયી હતી. દેશ વિદેશથી અહીં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અને આરતીમાં ભાગ લેવા માટે આવતા હોય છે. ઓમ્ નમ: શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિમય બની ગૂંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે ભક્તોએ પણ ભક્તિભાવ પૂર્વક સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી