સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે નેત્રંગના ઝરણા ગામની આદિવાસી મહિલાનું વાલ ટ્રાન્સફર ઓપરેશન વિનામૂલ્યે પાર પડયું

New Update
સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે નેત્રંગના ઝરણા ગામની આદિવાસી મહિલાનું વાલ ટ્રાન્સફર ઓપરેશન વિનામૂલ્યે પાર પડયું
  • પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી અને ઓપરેશનનો ખર્ચ વધારે હોવાથી જીવન જીવવાની આશા છોડી દીધી હતી
  • સરપંચની મદદથી આયુષ્યમાન યોજનાનો કાર્ડ કઢાવી વાલ ટ્રાન્સફરનું ઓપરેશન કરી જીવનદાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ભારત આયુષ્યમાન યોજનાના લાભાર્થ નેત્રંગના ઝરણા ગામની આદિવાસી મહિલાનું વાલ ટ્રાન્સફર ઓપરેશન વિનામૂલ્યે સફળતાપુર્વક પાર પડતા પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો.

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરણા ગામના ભરતભાઈ વસાવા કાળીમજુરી કરીને ઘરગુજરાન ચલાવે છે, જેમના ધર્મપત્ની ગીતાબેન વસાવાને વાલની ગંભીર બિમારી હોવાથી સારવાર અર્થ અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા, પરંતુ વાલ ટ્રાન્સફરના ઓપરેશનનો ખર્ચ સાંભળી પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.

પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઓપરેશનનો ખર્ચ ગરીબ પરિવાર ઉઠાવી નહીં સકવાથી જીવન જીવવાની આશા છોડી દીધી હતી, જેથી સમગ્ર પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા, અને ઘરે ઓપરેશન કરાવ્યા વગર જ પરત ફળી ગયા હતા, તેવા સંજાગોમાં ઝરણા ગામના સરપંચ જ્યોતિબેન ભુપેન્દ્રભાઈ વસાવાને ઘટનાની જાણ થતાં આયુષ્યમાન ભારત યોજનાની માહિતી આપી કાર્ડ કઢાવી આપ્યું હતું, ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં વિનામૂલ્યે અને સફળતાપૂર્વક ગીતાબેન વસાવાનું વાલ ટ્રાન્સફરનું પાર પડતા પરિવારજનોમાં આનંદ વ્યાપી જવા માંડયો હતો,

જ્યારે બીજી બાજુએ વડા­ધાન નરેન્દ્ર મોદી ૭૨માં સ્વતંત્રતા દિવસે લાલિ કલ્લા ઉપરથી આયુષ્યમાન ભારત યોજના એટલે કે નેશનલ હેલ્થ ­ઓટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ) ની શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ, ગરીબ (પ્રત્યેક ધારક) પરિવારોને રૂ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે. અને આ યોજના હેઠળ દેશભરમાં ૧૦ કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે. જે સાચા અર્થમાં નેત્રંગ તાલુકાના ઝરણાં ગામના ગરીબ આદિવાસી પરિવાર માટે આશિર્વાદરૂપ પુરવાર થવા પામી છે.