સલમાન ખાનની વિવાદાસ્પદ લવરાત્રિ સામે એ.એચ.પી. નો વિરોધ

New Update
સલમાન ખાનની વિવાદાસ્પદ લવરાત્રિ સામે એ.એચ.પી. નો વિરોધ

આગામી પ સપ્ટેમ્બરના રોજ રિલિઝ થનાર સલમાનખાનની ફિલ્મ લવરાત્રી સામે વિરોધ ઉઠાવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળે જિલ્લા કલેકટરને આવેદન આપ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લામંત્રી સેજલ દેસાઇ સહિતના હોદૃદારોએ જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં સલમાન ખાનની ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગ ઉઠાવી હતી. આામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવે છે. તેને ધ્યાનમાં રાખી ફિલ્મનું નામ લવરાત્રી રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ આવેદનમાં કરાયો છે.

નવરાત્રિ દરમ્યાન હિન્દુ સમાજ આદ્યશક્તિની આરાધના કરે છે. આવા શક્તિ અને ભક્તિના પર્વ ગણાતા નવરાત્રિ શબ્દનો દુરૂપયોગ કરી તેનો લાભ ઉઠાવવા ફિલ્મનું નામ લવરાત્રિ રખાયું છે. જેનાથી કરોડો હિન્દુઓની લાગણી દુભાઇ હોવાનો દાવો કરી ફિલ્મ રિલીઝ થવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.