/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-2-6.jpg)
હંમેશા વિવાદોમાં રહેતા બોલિવૂડ સ્ટાર સલમાન ખાને એક ચેનલ પર 100 કરોડનો માનહાનિનો કેસ કરી દીધો છે. અભિનેતાએ આ દાવો ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટીંગ દરમિયાન તેમની પર કરવામાં આવેલ સ્ટીંગ ઓપરેશન વિરુદ્ધ કર્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ અભિનેતાએ મુંબઇ હાઇકોર્ટમાં આ કેસ નોંધાવ્યો છે. આ કેસ આ વર્ષે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
જેમાં સલમાન ખાને જણાવ્યું હતું કે 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટીંગ દરમિયાન ચિંકારાના શિકાર કેસ મામલે તેમના વિરુદ્ધ ખોટી ભાવના અને અપમાનના ઇરાદાથી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અભિનેતા ઇચ્છે છે આ સ્ટિંગ ઓપરેશનને જાહેર કરવામાં ન આવે.
આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એસ.જે.કત્થાવાલા આ મામલાની સુનાવણી 18 નવેમ્બરે હાથ ધરશે. ત્યારે જોવાનું રહે છે કે આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે.