Top
Connect Gujarat

સાવરકુંડલામા યુવા ભાજપ દ્રારા આજે પોસ્ટકાર્ડ ઝૂંબેશનો એક અનોખો નવતર કાર્યક્રમ રાખવામાં આવ્યો

સાવરકુંડલામા યુવા ભાજપ દ્રારા આજે પોસ્ટકાર્ડ ઝૂંબેશનો એક અનોખો નવતર કાર્યક્રમ રાખવામાં આવ્યો
X

સાવરકુંડલામા યુવા ભાજપ દ્રારા આજે પોસ્ટકાર્ડ ઝૂંબેશનો એક અનોખો નવતર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરના યુવા ભાજપના કાર્યકરો તેમજ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

જય શ્રી રામના નામનો વિરોધ કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રામ નામનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે સાવરકુંડલા યુવા ભાજપ દ્રારા મમતા દીદીને જાગૃત કરવા અને ભગવાન શ્રી રામનો વિરોધ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીને સાંસદે પોસ્ટ કાર્ડ લખીને ભગવાન શ્રી રામનો વિરોધ બંધ કરે અને મમતા દીદીને જગાડવાનો પ્રયત્ન સાવરકુંડલા યુવા ભાજપ અને અમરેલીના સાંસદે પ્રયત્ન કર્યો હતો અને પોસ્ટકાર્ડ લખી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

Next Story
Share it