Top
Connect Gujarat

સુરતના યુવકે 1.80 લાખની બાઇક 7.50 લાખમાં ખરીદી પુરૂ પાડ્યું દેશ ભક્તિનુ એક ઉત્તમ ઉદાહરણ

સુરતના યુવકે 1.80 લાખની બાઇક 7.50 લાખમાં ખરીદી પુરૂ પાડ્યું દેશ ભક્તિનુ એક ઉત્તમ ઉદાહરણ
X

સુરતમા દેશ ભક્તિનુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યુ છે. એક યુવાને રૂપિયા 1.80 લાખની કિંમતની બાઇક રૂપિયા 7.50 લાખમા ખરીદી 5.61 લાખની વધારાની રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપ્યા હતા.

કંપની દ્વારા એક એવી શરત મુકાઇ હતી કે બાઇકની કિંમત બાદ ઓકશન થનારી તમામ રકમ સૈનિક ફંડમા આપવામા આવશે.કંપની દ્વારા દેશમા માત્ર 13 બાઇક લોન્ચ કરવામા આવી હતી. આ બાઇકના વેચાણ અંગે એક શરત મુકી હતી કે તમામ બાઇકની કિંમત બાદથી ઓકશન થશે અને ઓકશન બાદની તમામ રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમા આપવામા આવશે.

રૂપિયા 1.80 લાખની આ કિંમતની મોંઘી દાટ બાઇક સુરતના એક દેશપ્રેમી રવિએ ખરીદવાનું પસંદ કર્યુ હતુ.રવિ નાનપણથી જ દેશભક્ત હતો તથા દેશ માટે અન્ય રીતે મદદરૂપ થવાની તેનામાં ચાહના હતી, આ બાઇકનું જ્યારે ઓકશન કરવામા આવ્યુ ત્યારે ઓકશનમા તેમની સાથે પાંચ અન્ય લોકો હતા. રૂપિયા 1.80 લાખની કિંમતથી ચાલુ થયેલી બીડ સાડા સાત લાખ સુધી પહોંચી હતી. આખરી બોલી રવિએ બોલી આ બાઇક તેમના નામ પર કરી દીધી હતી.રવિએ બાઇકની કિંમત બાદના રૂપિયા 5.61 લાખની રકમ ચેક મારફકે સૈનિક ફંડમા આપી હતી. સુરતમાં સાચી દેશભક્તિનું એક સાચું ઉદાહરણ પુરુ અહીં જોવા મળ્યું હતું.

Next Story
Share it