Connect Gujarat
ગુજરાત

સુરત : ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર નજીક ન્હાવા પડેલા બે પેકી એકનું મોત જ્યારે એક યુવતી લાપતા

સુરત : ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર નજીક ન્હાવા પડેલા બે પેકી એકનું મોત જ્યારે એક યુવતી લાપતા
X

સુરતના ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર નજીક ન્હાવા પડેલા એક યુવક નું મોત થયું છે. જ્યારે એક યુવતી લાપતા થઈ છે.ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની મદદથી યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુરતના ડુમસ દરિયા કિનારે તાપરે પરિવાર અને અન્ય પરિવારના સભ્યો ફરવા ગયા હતા. જ્યાં ઢળતી સંધ્યા એ ભરતીની ઓટ ઓસરતી હોય એક યુવતી અને એક યુવકને ખેંચી ગઈ હતી. જોકે સ્થળ પર હાજર યુવાનો એ અશ્વિન તાપરે નામના યુવાનને ધસળી બહાર કાઢ્યો હતો. જ્યારે કરિશ્મા લાપતા થઈ હતી.પાણીમાં ડૂબી ગયેલા અશ્વિનને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને લાપતા યુવતી કરિશ્માની શોધખોળ આરંભી હતી. મૃતક યુવક અશ્વિનસંતોષ તાપરે ભટારના ગોપાલ નગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે યુવતી મૃતક યુવકની માસીની દીકરી કરિશ્મા હોવાનું જાણવા મળ્યું છે.

આજે રવિવાર હોવાથી પરિવાર અને મિત્રો મળી 7 જેટલા લોકો સાથે ડુમસ દરિયા કિનારે નાહવા ગયા હતા. જ્યાં 2 ડૂબ્યા હોવાની જાણ થતા મદદે દોડી ગયા હતા. લોકો એ તાત્કાલિક એક કિશોરને બહાર કાઢ્યો હતો. જોકે, એક કિશોરી મળી આવી ન હતી. કિશોરને બહાર કાઢી પેટમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રાયાસ કર્યો હતો. અને 108ને જાણ કરી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કિશોરને મૃત જાહેર કર્યો હતો.

ભટાર ખાતે આવેલા ગોપાલ નગરમાં રહેતા મૃતક અશ્વિન સંતોષ તાપરે ના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે ખાનગી બિલ્ડિંગમાં કામ કરે છે. અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે. મૃતક અશ્વિન ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. દીકરાની મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Next Story
Share it