સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ મયૂર કાપડ મિલમાં લાગી ભીષણ આગ

New Update
સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ મયૂર કાપડ મિલમાં લાગી ભીષણ આગ

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં મયુર ડાઈનગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.

Advertisment

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ મયુર કાપડ મિલમાં ભારે ભીષણ આગ ફાટી નીકળતા કામ કરી રહેલા કારીગરોમાં પડાપડીનો માહોલ સર્જાયો હતો. ફાયરવિભાગને 5.30 મિનિટે આગની જાણ થતાં ફાયરની 18 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. જોતા જોતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા મિલમાં રાખેલ લાખોનો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગ એટલી ભયંકર હતી કે ફાયર દ્વારા બિગ કોલ જાહેર કરી 18 જેટલી ટીમો ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવા કવાયત હાથ ધરી હતી.