સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

0
806

સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી લગ્ન કરી સમાજમાં અનોખો રાહ ચીંધ્યો છે. 

સુરતમાં એક ઉચ્ચ શિક્ષિત યુગલે માત્ર 17 મિનિટમાં સાદાઇથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં ન હતાં જાનૈયાઓ કે  ન હતી ડીજેની ધુમ કે ન હતાં પંડિતજી. તેમણે માત્ર  ગુરૂના મંત્ર જાપ કરીને લગ્નગ્રંથીથી જોડાયાં છે..અમદાવાદના રહેવાસી નિહાર શાહ બેન્ક મેનેજર છે જયારે તેમના પત્ની અશ્વની તબીબ છે. તેઓ ધામધુમથી લગ્ન કરી શકયાં હોત પણ તેમણે દહેજ પ્રથા, લગ્નમાં કરાતા ખોટા ખર્ચા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાદાઇથી પ્રભુતામાં પગલા પાડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે એકદમ સાદગીથી  17 મિનિટની આરતીથી લગ્ન ગ્રંથીમાં જોડાયાં હતાં. સુરતમાં થયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નની રોનક વધારી હતી.Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here