સુરત: વરાછા વિસ્તારમાં એક યુવાનને ફોન પર યુવતી સાથે મિત્રતા કરવાનું પડ્યું ભારે,ગુમાવ્યા ૪.૫૦ લાખ

New Update
સુરત: વરાછા વિસ્તારમાં એક યુવાનને ફોન પર યુવતી સાથે મિત્રતા કરવાનું પડ્યું ભારે,ગુમાવ્યા ૪.૫૦ લાખ

વરાછા વિસ્તારમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે યુવતીએ ફોન કરીને યુવક સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં શરીરસુખ આપવાના નામે યુવકના અર્ધનગ્ન ફોટો પાડીને બદનામ કરવાના ઈરાદે 4.50 લાખ રૂપિયા પડાવીને વધુ રૂપિયાની માંગણી ચાલુ હતી. જેથી યુવકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનને ફોન પર યુવતી સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. વરાછા પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાય છે. પૂજા પટેલ, વકીલ ઘુમા સોની અને કિશોર હિંમતભાઈ ઈસામલીયાએ સાથે મળીને પૂજા મારફતે ફોન કરાવી પોતાની ઓળખ પૂજા(નામ બદલ્યું છે.) તરીકે આપીને યુવકને બોલાવ્યો હતો. શરીર સંબંધ બાંધવાના બહાને પૂજાએ(નામ બદલ્યું છે.) પોતાના મોબાઈલમાં યુવકના અને પોતાના અર્ધનગ્ન ફોટા પાડી લીધા હતા. બાદમાં બદનામ કરવાની ધમકી આપી ગાળી ગાળી કરી યુવકના કાના દકીરા કિશોર ઈસામલીયાએ વકીલ ઘુમા સોનીની સાથે મળી બળજબરીથી 4.50 લાખ પડાવી લીધા હતાં. 27મી મેથી અત્યાર સુધીમાં સર્જાયેલા ગુના અંગે વરાછા પોલીસ હાલ એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પૂજા પટેલ, વકીલ ઘુમા સોની અને કિશોર હિંમતભાઈ ઈસામલીયાએ સાથે મળીને પૂજા મારફતે ફોન કરાવી પોતાની ઓળખ પૂજા (નામ બદલ્યું છે.) તરીકે આપીને યુવકને બોલાવ્યો હતો. શરીર સંબંધ બાંધવાના બહાને પૂજાએ પોતાના મોબાઈલમાં યુવકના અને પોતાના અર્ધનગ્ન ફોટા પાડી લીધા બાદમાં ફરિયાદીને ફોટાના આધારે બ્લેકમેલ કરી બદનામ કરવાની ધમકી આપી 4.50 લાખ પડાવી લીધા હતા પોલીસ ફરિયાદના આધારે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

કચ્છ :  BSF દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી યોજાઈ,દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી

New Update
  • રાપરમાંBSF દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

  • BSFની 84 બટાલીયન દ્વારા આયોજન

  • 50 કિ.મી સુધી કરાયું બાઈક રેલીનું આયોજન

  • સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજ્યુ

  • તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી,અને સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. કંપની કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં યોજાયેલી તિરંગા યાત્રા અંતર્ગત બાઈક દ્વારા 50 કિમીનું અંતર કાપીને રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રેલીનું સમાપન થયું હતું.બાઈક રેલીમાં બાલાસર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વી.એસ ઝા તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.