/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/fdgfdg.jpg)
તાપી જિલ્લામાં કરવામાં આવી રહેલી વિશ્વ વસ્તી દિવસની પખવાડિક ઉજવણી દરમિયાન રેફરલ હોસ્પિટલ સોનગઢ ખાતે મેગા નસબંધી કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત, તાપીની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ નસબંધી કેમ્પનો ૯૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલ તરફથી મળતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં વિશ્વ વસ્તી દિનની પખવાડિક ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં રેફરલ હોસ્પિટલ, સોનગઢ ખાતે મેગા નસબંધી કેમ્પનું યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૯૬ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. ૯૬ પૈકી ૪૦ પુરૂષ અને ૫૬ સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ મેગા કેમ્પ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલે કેમ્પનું ઉદ્દઘાટન કરી એન.એસ.વી શું છે? અને એન.એસ.વીથી થતા ફાયદાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આર.એ.રંગુનવાલાએ એન.એસ.વી કરાવ્યા બાદ કેવા પ્રકારની કાળજી રાખવી એ અંગે વિગતે સમજ આપી આરોગ્ય શિક્ષણ અંગે માહિતી આપી હતી. આભાર વિધિ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિપકભાઇ ચૌધરીએ આટોપી હતી.
કેમ્પમાં આર.સી.એચ.ઓ ડૉ. બિનેશભાઇ ગામીત, બ્લોક હેલ્થ ઓફિસર મયંકભાઇ ચૌધરી, એન.એસ.વી સર્જન, મેડીકલ ઓફિસરો, ડી.પી.સી ડૉ. યોગેશ શર્મા, સી.એચ.સી સુપ્રિન્ટેન્ડન્ટ, આરોગ્ય વિભાગનો સ્ટાફ અને આશા વર્કરો કેમ્પ હાજર રહ્યા હતા.