Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ રાજ્ય કક્ષાની અન્ડર-16 ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, 23 ટીમો સામસામે ટકરાશે

અંકલેશ્વરઃ રાજ્ય કક્ષાની અન્ડર-16 ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, 23 ટીમો સામસામે ટકરાશે
X

ખરોડ પબ્લિક સ્કૂલ તેમજ ચન્દ્રબાલા એકેડમી ખાતે ચાલી રહી છે ફૂટબોલ મેચ 5 દિવસ સુધી ચાલશે

અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની અન્ડર 16 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે. રાજ્ય ફૂટબોલ ફેડરેશનના ઉપક્રમે અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલ તેમજ વાલિયા રોડ ઉપર આવેલી ચન્દ્રબાલા મોદી એકેડમી ખાતે યોજાવમાં આવી રહી છે. 5 દિવસ સુધી ચાલાનરી ટુર્નામેન્ટનો પ્રારંભ ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે કરાયો હતો. આ ટૂન્રામેન્ટમાં રાજ્યની 23 ટીમએ ભાગ લીધો છે. રવિવારે તેનું સમાપન કરવામાં આવશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="58132,58133,58134,58135"]

ગુજરાત રાજ્ય ફૂટબોલ ફેડરેશન દ્વારા રાજ્ય કક્ષાની અન્ડર-16 ફૂટબોલ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ સ્વ. મુકેશ શર્માના સમરણાર્થે યોજવામાં આવી રહી છે. જેનો પ્રારંભ 25 મી જુલાઈના રોજ ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસ.ડી.એમ અંકલેશ્વર રમેશ ભગોરા, ખરોડ ગામનાં સરપંચ મહંમદ ભૈયાત, એફ.ડી.ડી.આઈના પંકજ તીવારી, સી.એમ.એકેડમીના આચાર્ય અમર શ્રીવાસ્તવ, ખરોડ પબ્લિક સ્કૂલના આચાર્ય ડૉ. અંજલી કુલશ્રેષ્ઠ, નર્મદા ડી.એફ.એના આચાર્ય મિત્સુ બુચ, મેચ કમિશ્નર રોહિત બુંદેલા, ભરૂચ ડી.એફ.એ.ના પ્રમુખ દીપેન પટેલ, ઉપ પ્રમુખ હિરેન રાઠોડ, રાજ્યના સિલેક્ટર ક્રિષ્ના મહારાઉલજી, અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિયેશનના જો.સેક્રેટરી મયંક બુચ, તેમજ રાની શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં કુલ 23 ટીમોએ ભાગ લીધો છે. પ્રથમ રાઉન્ડમાં ભાવનગર અને જૂનાગઢ વચ્ચે રમાયેલી મેચમાં જૂનાગઢનો 2-0 થી વિજય થયો હતો. તો રાજકોટ સામે વલસાડનો 5-0 થી અને પંચમહાલ સામે આણંદનો 8-0 થી, બનાસકાંઠા સામે ગાંધીનગરનો ટાઈ બ્રેકરમાં 4-3 થી વિજય થયો હતો. આવતી કાલે શનિવારે જૂનાગઢ અને વલસાડ, આણંદ-ગાંધીનગર વચ્ચે સેમિફાઇનલ યોજવામાં આવશે. જેમાં વિજેતા ટીમો વચ્ચે રવિવારના રોજ ફાઇનલ મેચ યોજવામાં આવશે.

Next Story