Connect Gujarat
સમાચાર

કોરોના કહેર : રાજ્યમાં આજે 1430 નવા કોરોના કેસ નોધાયા,17 દર્દીઓના મોત

કોરોના કહેર :  રાજ્યમાં આજે 1430 નવા કોરોના કેસ નોધાયા,17 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના વધુ 1430 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 1316 દર્દીઓને સારવાર આપ્યા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1,24,767 પર પહોચી છે. જ્યારે કુલ મુત્યુઆંક 3339 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા છે.

રાજ્યમાં આજે 1430 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 179, અમદાવાદ કોર્પોરેશન 157, સુરત 111, રાજકોટ કોર્પોરેશન 101, જામનગર કોર્પોરેશન 100, વડોદરા કોર્પોરેશન 95, મહેસાણા 60, બનાસકાંઠા 52, રાજકોટ 42, વડોદરા 42, અમરેલી 32, મોરબી 29, પંચમહાલ 28, ભાવનગર કોર્પોરેશન 27, કચ્છ 27, સુરેન્દ્રનગર 27, ગાંધીનગર કોર્પોરેશન 25, જામનગર 23, ગાંધીનગર 22, અમદાવાદ 20, પાટણ 20, જુનાગઢ કોર્પોરેશન 19, જુનાગઢ 18, સાબરકાંઠા 16, ગીર સોમનાથ 15, મહીસાગર 14, ભરૂચ 13, બોટાદ 13, આણંદ 12, દાહોદ 12, નર્મદા 12, ભાવનગર 11, ખેડા 10, અરવલ્લી 9, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 9, નવસારી 7, છોટા ઉદેપુર 5, વલસાડ 5, તાપી 2 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 105091 દર્દીઑ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક્ટિવ કેસની 16,337 રહી છે. જેમાં 89 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,248 સ્ટેબલ છે.

Next Story