Connect Gujarat
ગુજરાત

નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ધોલી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ધોલી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
X

ધોલી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર ૦.૭૦ મીટર દુર

બલડવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે ત્રણેય ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે,જેમાં ધોલી ડેમ ઓવરફ્લો થવામાં ૦.૭૦ મીટર દુર,

છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદના પગલે નદી-નાળા,તળાવ અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા સહિત ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા,જેમાં નેત્રંગ તાલુકામાં મોસમનો ૧૮.૭૨ ઇંચ જેટલો સરેરાશ વરસાદ થયો છે,

નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ધોલી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જણાઇ રહ્યો છે,જેમાં બલડવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે ત્રણેય ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે,જેમાં ધોલી ડેમ ઓવરફ્લો થવામાં ૦.૭૦ મીટર દુર છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="56431,56432,56433,56434,56435"]

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગરના હરમાળામાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બલડવા,પીંગોટ અને ધોલી ડેમ આવેલા છે,જેને ભરૂચ જીલ્લાના વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી પ્રજા માટે આશીર્વાદરૂપ ગણવામાં આવે છે.

નેત્રંગ તાલુકામાં ચોમાસાના સિઝનના પ્રારંભની સાથે મેધરાજા મન મુકીને વરસી રહ્યાં છે,જેમાં બલડવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં સતત વરસાદના પગલે ત્રણેય ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે,જેમાં બલડવા ડેમમાં પાણીનું લેવલ ૧૩૫.૭૦ મીટર,જ્યારે ડેમના ઉપરવાસમાં મોસમનો ૪૨૦ મીમી વરસાદ અને પીંગોટ ડેમમાં પાણીનું લેવલ ૧૩૪.૨૫ મીટર,જ્યારે ડેમના ઉપરવાસમાં મોસમનો ૫૧૨ મીમી વરસાદ સહિત ધોલી ડેમમાં પાણીનું લેવલ ૧૩૫.૩૦ મીટર,જ્યારે ડેમના ઉપરવાસમાં મોસમનો ૫૮૯ મીમી વરસાદ થયો છે,જેમાં ધોલી ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે ટુંક સમયમાં ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાઇ રહી છે.ધોલી ડેમ ઓવરફ્લો થવામાં ૦.૭૦ મીટર દુર છે.

જ્યારે બીજી બાજુ નેત્રંગ ટાઉન સહિત સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે,જેમા મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં મોસમનો ૪૬૮ મીમી એટલે કે ૧૮.૭૨ ઇંચ જેટલો વરસાદ થયો છે.જેના કારણે નદી-નાળા,તળાવ સહિત ટોકરી અને અમરાવતી નદી બંને કાઠે વહી રહી છે,જેથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉદભવતા જનજીવન ઉપર માઠી અસર પડતા ધંધા-રોજગાર સહિત બજારોમાં મંદીનો માહોલ જણાઈ રહ્યો છે. નેત્રંગ તાલુકાભરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ફળી વળ્યા છે,જેમાં સોયાબીન,કપાસ,મરચા,કેળ અને પપૈયા જેવા પાકને ભારે નુકસાન થયા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

Next Story