Connect Gujarat
ગુજરાત

રૂપિયા ૧૦ કરોડના ખર્ચે પાદરાના ચાણસદને યાત્રાધામ તરીકે વિકસાવાશે!

રૂપિયા ૧૦ કરોડના ખર્ચે પાદરાના ચાણસદને યાત્રાધામ તરીકે વિકસાવાશે!
X

ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા ૧૦ કરોડની જાહેરાત કરાઈ

BAPSના ભૂતપૂર્વ વડા પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદને રૂપિયા ૧૦ કરોડના ખર્ચે યાત્રાધામ તરીકે વિકસાવાશે. વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા ચાણસદ ગામને વિકસાવવા માટે ગુજરાત રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા ૧૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીને પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદની મુલાકાત લીધી હતી. અને મુલાકાત દરમિયાન જ આ જાહેરાત કરી છે. તેઓ BAPSના વડા મહંત સ્વામી મહારાજની સાથે ચાણસદની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે ચાણસદને યાત્રાધામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજે ૧૮ વર્ષની ઉંમરે ચાણસદ ગામ છોડી દીધું હતુ અને ત્યારબાદ સાધુ થઈ ગયા હતા. ત્યારપછી તેઓ ક્યારેય ચાણસદ ગામમાં ગયા નહોતા.

Next Story