/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/13182902/maxresdefault-166.jpg)
દેશમાં કોરોના ના ના પ્રારંભ માં ગુજરાત માં અમદાવાદ કોરોના નું એપી સેન્ટર બની ચૂક્યું હતું પણ ધીમે ધીમે અમદાવાદ માં કોરોના પર કાબુ મેળવાઈ રહ્યો છે અને પ્રતિ દિવસ જે 350 થી વધારે કેસ આવતા હતા તે હવે 150 ની આસપાસ થઇ રહયા છે તેની પાછળ નું કારણ છે મુખ્ય ધન્વંતરિ રથ એએમસી દ્વારા એક રેન્ડમ ટેસ્ટ થઇ રહયા છે શહેર માં અલગ અલગ વિસ્તારો માં જેને કારણે કોરોના ના સામાન્ય લક્ષણ પણ હોઈ તો તેની સારવાર શક્ય બને છે આ રથ થી શહેર ના અલગ અલગ વિસ્તારો માં માસ ટેસ્ટ કરવામાં આવી રહયા છે
એક સમયે અમદાવાદ કોરોના નું એપી સેન્ટર હતું અને શહેરીજનો માં ભય હતો કે અમદાવાદ વુહાન બનશે પણ એએમસી એ સ્થિતિ ને કાબુ માં લેવા અનેક પ્રયાસો કર્યા અને તેમાંથી એક પ્રયાસ હતો ધન્વંતરિ રથ આ રથ ને અલગ અલગ સોસાયટી અને વિસ્તારો માં મુકવામાં આવ્યા અને સ્થળ પાર રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા। ...આ રથ ની સાથે 4 લોકો ની ટિમ કાર્યરત રહે છે જેમાં મેડિકલ કીટ પણ ઉપ્લબ્ધગ હોઈ છે। ....શહેર માં અત્યાર સુધીમાં હજારો ટેસ્ટ આ રથ દ્વારા કરવામાં આવ્યા છે। ....
આ રથ તેના નિયત સમયે પોહચી જાય છે અને ત્યાં સ્થળ પર આરોગ્ય ની ચકાસણી કરવામાં આવે છે જો સામાન્ય લક્ષણ હોઈ તો તેમને દવાઓ અને કીટ આપવામાં આવે છે અને જો કોરોના ના લક્ષણ હોઈ તો સ્થળ પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ટેસ્ટ નો રીપોર્ટ પણ 15 મિનિટ માં આવી જાય છે જો દર્દી પોઝિટિવ આવે તો તાતકાલિક અસર થી તેમને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવે છે। ......
આ રથ થી સૌથી મોટો ફાયદો તે થઇ રહ્યો છે કે લોકો સામે થી ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે પહેલા સામાન્ય લક્ષણ હોઈ છતાં લોકો ટેસ્ટ થી દૂર ભાગી રહયા હતા અને તેના કારણે દર્દીઓ ની હાલત ગંભીર થતી હતી પણ રથ માં સ્થળ પર ટેસ્ટ થતા હોવાથી સારવાર વેલ્લી શક્ય બની રહી છે તો જેને સામાન્ય લક્ષણ હોઈ તેને દવા આપવામાં આવે છે આમ આ ધન્વંતરિ રથ અમદાવાદ માં કોરોના ની સ્થિતિ કંટ્રોલ કરવા આશીર્વાદ રૂપ સાબિત થઇ રહયા છે
એક સમયે અમદાવાદ માં જે ગતિ થી કોરોના ના કેસ વધી રહયા હતા તેને કારણે એએમસી અને સ્થાનીય તંત્ર ની ચિંતા વધી રહી હતી પણ એએમસી ની ધન્વંતરિ રથ ની રણનીતિ કામ કરી રહી છે લોકો સામે આવી કોરોના ટેસ્ટ કરાવી રહયા છે જેથી તાતકાલિક કોરોના પોઝિટિવ દર્દીઓ ની સારવાર શક્ય બની રહી છે। ......