અમદાવાદ : વેપારી યુવતી સાથે રૂમમાં ગયાં, યુવતી અર્ધનગ્ન બની, જુઓ પછી શું થયું..!

New Update
અમદાવાદ : વેપારી યુવતી સાથે રૂમમાં ગયાં, યુવતી અર્ધનગ્ન બની, જુઓ પછી શું થયું..!

તમે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતી અને તેના સાથીઓએ ભેગા મળી હનીટ્રેપમાં ફસાવી દીધાં હતાં. 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને 20 લાખમાં પતાવટ કરી હતી.પણ અમદાવાદ સેટેલાઇટ પોલીસે આ ગડીયા ગેંગના 2 સાગરિતોની ધરપકડ કરી છે.

CG રોડ પર મની એક્સચેન્જની ઓફિસના માલિક ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને 10 દિવસ પહેલા મળવા ગયેલા યુવકને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતી બેડરૂમમાં ટોપ કાઢી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ હતી.યુવક કઈ વિચારે તે પહેલાં ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. બે શખ્સ યુવતીને લઈ નીકળી જાય છે જ્યારે એક શખ્સ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને અસલી પોલીસની જેમ માર મારી રૂ.50 લાખની માંગણી કરે છે. ઘણી આજીજી બાદ રૂ. 20 લાખનો તોડ કરી વેપારીને આરોપીઓ જવા દે છે. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડપ્યો હતો.

ફ્લેટમાં આવેલો શખ્સ પોતે ગોતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવરાજસિંહ નામ આપે છે. આરોપીએ કૃણાલને માર મારી ડરાવી નાંખ્યો હતો. તે સમયે ત્યાં પોલીસ ડ્રેસમાં અન્ય એક વ્યક્તિ આવે છે. તે પણ કૃણાલને પગના તળીયામાં લાકડીઓ મારે છે.રૂ. 50 લાખની કેસમાંથી બચવા માંગણીપોલીસ વાળાને યુવરાજસિંહ બહાર મોકલી કૃણાલને જણાવે છે કે, તારે જો આ કેસમાંથી બચવું હોય તો રૂ.50 લાખ આપવા પડશે નહીં તો છોકરીવાળા તને મારી નાંખશે અને પોલીસ અંદર પુરશે. આખરે આજીજી કરી કૃણાલે 20 લાખ આપવાનું કહેતા સમજૂતી થાય છે.કૃણાલએ તેના મિત્રને ફોન કરી રૂ.20 લાખ માંગ્યા હતાં. જે રકમ કૃણાલનો માણસ લઈ આવી PM આંગડિયામાં આશીક દેસાઈના નામથી મોકલે છે. પૈસા મળ્યા બાદ આરોપીઓ કારની ચાવી અને મોબાઈલ આપી કૃણાલને જવા દે છે.

કૃણાલ અને તેના મિત્રોને આનંદનગરમાં નકલી પોલીસ પકડાયાની માહિતી મળી હતી. આથી તમામ લોકો ત્યાં પહોંચ્યા હતાં. કૃણાલે નકલી પોલીસ તરીકે પકડાયેલા યુવકને ઓળખી કાઢ્યો હતો. પોલીસને પોતાનો તોડ કરનાર ગેંગમાં પકડાયેલો આરોપી સામેલ હોવાનું કહે છે.શહેર પોલીસ આ બને આરોપીની પુછપરછ કરી રહી છે કે આ ગેંગે આવા કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે  મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડની, ધમકી આપી હોવાની, ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી

Latest Stories