અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે ટેસ્ટ કરવા માટેના ડોમ સવારે ખુલે તેની પહેલા લાંબી લાઈનો લાગી જાય છે. સવારથી શહેરીજનો પોતાના ટેસ્ટ કરાવવા પોહચી રહયા છે ત્યારે ટેસ્ટિંગ ડોમમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
અમદાવાદમા કોરોનાનું સંક્રમણ મહા આફત બન્યું છે ત્યારે એએમસી દ્વારા શહેરમાં 90થી વધુ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે છતાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહયા છે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં કોરોના ભયજનક સ્થિતિમાં આગળ વધી રહ્યો છે.
ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ અને બોડકદેવ તેમજ વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાંકોરોના ને કારણે અનેક વિસ્તારો માઈક્રો કંટેનમેન્ટ માં ફેરવાઈ રહયા છે અને જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં 300 થી વધુ કેસ આમે આવ્યા છે પશ્ચિમ અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેને જોતા એએમસી દ્વારા અલગ અલગ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઇન લાગે છે.
અમદાવાદમાં કોરોના કાળમાં હોસ્પિટલ ફૂલ છે બીજી તરફ સ્મશાનમાં વેઇટિંગ ચાલી રહ્યું છે અને હવે ટેસ્ટિંગ ડોમમાં પણ ટેસ્ટ કરાવવા કતારમાં ઊભા રહેવું પડે છે ત્યારે આ સ્થિતિ ખુ જ ભયંકર કહી શકાય . કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સાવચેતી એ જ સલામતી સૌથી મોટો ઉપાય છે.