અમદાવાદ : 98 વર્ષના સ્વાતંત્ર સેનાનીઓનું કલેકટરે તેમના ઘરે જઇને કર્યું સન્માન

૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરા ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિમાં સ્થાન ધરાવે છે.

New Update

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને દેશને આઝાદી અપાવવામાં મહામુલુ યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન કરવું તે આપણી પરંપરા છે. અમદાવાદમાં બે વયોવૃધ્ધ સ્વાતંત્ર સેનાનીઓનું કલેકટરે તેમના ઘરે જઇને સન્માન કર્યું હતું.

Advertisment

અમદાવાદના નરોડા સંજયનગરના રહેવાસી ૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરા ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિમાં સ્થાન ધરાવે છે. તેમની પ્રતિકૂળ તબિયતને કારણે તેઓ આવતીકાલે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સ્થળે ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ તેમના ઘેર જઈને તેમનું પ્રતિકાત્મક ચિહ્ન રૂપે ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, દરેક રાષ્ટ્રીય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને હાજર રાખીને સ્ટેજ પર તેમનું સન્માન કરવાની આપણી ગૌરવવંતી પરંપરા છે. પરંતુ ઘણીવાર શારીરિક અશકતતા અને મોટી ઉંમરના કારણે તેઓ કાર્યક્રમ સ્થળ સુધી આવી શકતા નથી, તેથી આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર વિચાર ના ભાગરૂપે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને તેઓને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો છે.

Advertisment